Geo Gujarat News

ભરૂચ: નીતિન જાની (ખજૂરભાઈ) દ્વારા ઈસ્તારા મલ્ટી બ્રાન્ડ ડીનર કોર્ટ ખુલ્લુ મુકાયું, ઈસ્તારાએ દેશમાં પોતાનું 50 મું ફૂડ કોર્ટ લોન્ચ કર્યુ

ઈસ્તારાએ દેશમાં પોતાનું 50 મું ફૂડ કોર્ટ લોન્ચ કર્યુ છે. ભરૂચના વરેડિયા ગામ નજીક ગુજરાતી કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા ઈસ્તારા મલ્ટી બ્રાન્ડ ડીનર કોર્ટને ખુલ્લુ મુકાયું હતું.

ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડીનર તરીકે લોકપ્રીય ઈસ્તારાએ ગુજરાતમાં તેનું 50મું મલ્ટી બ્રાન્ડ ડીનર શરુ કર્યુ છે. ભરૂચ-વડોદરાને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર રૂદ્રાક્ષ ટ્રાવેલ પ્લાઝા ખાતે શરુ થયેલા આ ફુડ કોર્ડને ગુજરાતનાં ખ્યાતનામ યુટયુબ સ્ટાર, હાસ્ય કલાકાર, ગરીબોના મસીહા, અભિનેતા નીતિન જાની ઉર્ફે (ખજૂરભાઈ) દ્વારા તેને ખુલ્લુ મુકાયુ છે. આ નવું મલ્ટી બ્રાન્ડ ડીનર કોર્ટ અહીંથી પસાર થતાં મુસાફરો માટે વિશાળ રસોઈ વિવિધતા ઉપલબ્ધ કરાવશે. નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચ નજીક આ મલ્ટી બ્રાન્ડ ડીનર ગુજરાતના બે મોટા મહાનગરો અમદાવાદ અને સુરત વચ્ચે છે. આ ઉપરાંત દેશના 6 રાજ્યનાં પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકે તેવી ઉત્તમ જગ્યા પર છે. આ ઉપરાંત જયપુર, ઉદેપુર, અમદાવાદ, સુરત,મુંબઈ, પુણે, તુમાકરુ, બેંગ્લુરૂ અને વેલ્લોરે જેવા શહેરોનાં લોકો પોતાના પ્રવાસ દરમિયાન મલ્ટી બ્રાન્ડ ડીનર ફુડ કોર્ટ પર વિરામ કરી શકે છે અને નાસ્તાપાણી કરી શકે છે. 2 લાખ ચોરસ ફુટ એરિયામાં બનેલું આ મલ્ટી બ્રાન્ડ ડીનર ફુડ કોર્ટમાં રોજ 2000થી વધુ લોકો આવવાની સંભાવના છે. જેથી અહીં સરળતાથી 100 જેટલી ગાડીઓ પાર્કીગ થઈ શકે તેવો વિશાળ પાર્કિગ એરિયા છે. આ મલ્ટી બ્રાન્ડ ડીનર અનેક પ્રકારની એક્ટીવીટીનું કેન્દ્ર બની જશે.


ખુબજ ચીવટપૂર્વક અને તમામ પ્રકારના પાસાને ધ્યાનમાં રાખી 35000 ચોરસ ફુટમાં બનેલ આ મલ્ટી બ્રાન્ડ ડીનર અહી આવતા દરેક પ્રવાસીને આનંદ સાથે ફુડનો એક જબરજસ્ત અનુભવ કરાવશે. અહીં આવનાર ટ્રાવેલર્સ અનેક પ્રકારની વાનગીઓની મજા એક જ જગ્યાએ ઉઠાવી શકશે. 9000 ચોરસ ફુટમાં બનેલો સીટીંગ એરિયામાં એક સમયે 250 લોકો એક સાથે બેસી શકે છે. જે પરિવાર સાથે નીકળેલા ઉપરાંત એકલા નીકળેલા પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ સાબિત થઈ શકે છે. ભારત જેવા વૈવિધ્યસભર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશમાં મલ્ટી બ્રાન્ડ ડીનરનો કન્સેપ્ટ ગ્રાહકને એક છત નીચે ફુડના અનેક ઓપ્શન આપે છે, જેનાથી વિવિધ ટેસ્ટને માણવા ઈચ્છતા લોકોને તેમની પસંદગીનું ફૂડ મળી રહે છે. આ ‘બ્રાન્ડ્સનું ઘર’ માત્ર ગ્રાહક સંતોષમાં વધારો કરતી નથી, પરંતુ વિવિધતામાં પણ પ્રોત્સાહન આપે છે, જે ભારતનાં અનોખા આતિથ્ય સત્કારને વધુ સક્ષમ બનાવે છે.


આ ઈસ્તારા મલ્ટી બ્રાન્ડનાં લોન્ચીંગ પ્રસંગે તેના સીઈઓ અને સહ સ્થાપક વિજયન કૃષ્ણ કુમારે જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં મલ્ટી બ્રાન્ડનું ઉટ્ઘાટન કરતાં અમે રોમાંચ અનુભવીએ છીએ. ફુડ માર્કેટમાં ઈસ્તારાએ નોંધપાત્ર વૃદ્વિ કરી છે. ગુજરાતમાં પણ વિશાળ સંભાવના રહેલી છે. અસાધારણ અને ઉત્તમ સેવા પ્રદાન કરવાની દ્રઢતા સાથે કોઈ પણ ખામી વગરની સેવા સાથે વિવિધ ફુડ ઓપ્શન આપવા અમે કટીબદ્વ છીએ. ઈસ્તારાનાં રુદ્વાક્ષ મલ્ટી બ્રાન્ડ ડીનરમાં મહેમાનો અને પ્રવાસીઓનું સ્વાગત કરવા આતુર છીએ અને તેમની સાથે અવિસ્મરીય તેમજ યાદગાર યાદો બનાવવા માંગીએ છીએ”. ફુડની વિવિધતા સાથે મલ્ટી બ્રાન્ડ ડીનર સ્વચ્છતાનાં ઉચ્ચત્તમ માપદંડોનું પાલન કરે છે. અદ્યત્તન POC બિલિંગ સિસ્ટમ સહીત અનુભવી સ્ટાફનો 24 કલાક સપોર્ટ મળી રહેશે જેથી ગ્રાહકો દરેક રીતે ઉત્તમ સુવિધા અને સેવા મેળવી શકે. આ 50માં મલ્ટી બ્રાન્ડ ડીનરનાં ઉટ્ઘાટન સાથે ઈસ્તારા હોસ્પિટાલીટી ક્ષેત્રમાં અગ્રણી અને આગવુ સ્થાન ધરાવે છે તે પુન:સ્થાપિત કરે છે. તેમજ નવીનતા અને ક્વોલીટીની દ્રષ્ટિએ નવો બેન્ચમાર્ક રજૂ કરે છે.

નઈમ દિવાન – વાગરા

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *