Geo Gujarat News

ભરૂચ: એક મકાનમાં આગ લાગ્યા બાદ આસપાસના અન્ય મકાન પણ આગની ચપેટમાં આવ્યા, સદનસીબે જાનહાનિ ટળી

ભરૂચ શહેરના મહમદપૂરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગની ચપેટમાં આસપાસનાઅન્ય બંધ મકાનો પણ આવ્યા હતા. ઘટનાની જાણ થતાંજ ભરુચ નગરપાલિકા અને જીએનએફસી મળી પાંચ ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગની ઘટનામાં મકાનમાં રહેલા બે ગેસના બોટલ પણ બ્લાસ્ટ થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.

ભરૂચના બી ડીવીઝન પોલીસ મથકની સામે લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી.આગ એટલી વિકરાળ હતી કે,આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા.આગની ચપેટમાં બાજુના અન્ય બે મકાન પણ આવતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું.આગમાં બે ગેસના બોટલ પણ ફાટયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.આગ અંગેની જાણ ભરૂચની નગરપાલિકા અને જીએનએફસીના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા પાંચ જેટલા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવાની મસ્કતમાં લાગ્યા હતાં.સદનસીબે આગમાં કોઈ જાનહાની નહીં નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *