Geo Gujarat News

આમોદ: તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ઇ-રીક્ષાનું લોકાર્પણ કરાયું

આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ સાંજે ૪ કલાકે ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે બે ઇ- રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન યોજના અંર્તગત ડોર ટુ ડોર ઘન કચરાનો નિકાલ કરવા માટે આમોદ તાલુકાના ચકલાદ તેમજ ઓચ્છણ ગામમાં ઇ-રીક્ષા આપવામાં આવી હતી.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઇ – રીક્ષાને ફુલહાર ચઢાવી સરપંચોને ચાવી અર્પણ કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ મીઠાઈ ખવડાવી હાજર લોકોનું મોઢું મીઠું કરાવ્યું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના જે ગામોની દરખાસ્ત આવી છે તેને ઇ – રીક્ષા આપવામાં આવી છે.જ્યારે તાલુકાના અન્ય ૧૨ ગામોને પણ રીક્ષા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે આમોદ તાલુકા વિકાસ અધિકારી એમ.આઇ.પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર,આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,દીપક ચૌહાણ સહિતના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટ: યાસીન દિવાન – આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *