Geo Gujarat News

અંકલેશ્વર: જીવ જાગરણ ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ખાતે પરમ સંત બાબા જય ગુરુદેવ જી મહારાજના અનુયાયીઓ દ્વારા સમાજને નશામુક્ત અને શાકાહારી બનાવવાના સંકલ્પ સાથે જીવ જાગરણ ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરમ સંત બાબા જય ગુરુદેવ જી મહારાજના અધ્યાત્મિક ઉત્તર અધિકારી બાબા ઉમાકાતંજી મહારાજ કે જેમનુ આશ્રમ ઉજ્જૈન ખાતે આવેલ છે તેમના આદેશથી જીવ જાગરણ ધર્મ યાત્રા આજરોજ અંકલેશ્વર ખાતે નીકળી હતી આ યાત્રા અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા થી નીકળી વાલિયા ચોકડીએ સમાપ્ત થઈ હતી યાત્રા દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે નશામુક્ત અને શાકાહારી બની જાવ આ ધરતી પર જે પાપ થઈ રહ્યું છે તેને લીધે કુદરત નારાજ છે સમયસર વરસાદ ગરમી કે ઠંડી પડતી નથી જેને લીધે અન્ન ની ઉપજ આવતી નથી માંસાહાર થી અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે દારૂનો નશો કર્યા બાદ માણસ ભાન ભૂલી જાય છે માં બહેન કે પત્ની વચ્ચેનો અંતર ભુલાઈ જાય છે જે લોકો નિયમ અને સંયમથી રહેશે કુદરતના નિયમ પ્રમાણે ચાલશે અને કુદરતને ખુશ કરવાનું કામ કરશે અને શરાબ મુક્ત થઈ શાકાહારી બની કુદરતના નિયમ પ્રમાણે વર્તશે તો કુદરત ખુશ થશે આ ધરતી ઉપર સતયુગ પણ આવી જશે બાબાજી એ સંકલ્પ લીધો છે કે કલયુગના આ સમયમાં સતયુગની સ્થાપના કરશે અને ગૌમાતાને રાષ્ટ્રીય પશુ બનાવવામાં આવે જે દિવસે ભારતમાં ગૌહત્યા બંધ થઈ જશે તે દિવસે સતયુગની કિરણો આ દેશમાં ફેલાશે અને જ્યારે આ દેશમાં માસ અને શરાબ વેચવાનું બંધ થશે ત્યારે ભારત દેશ વિશ્વ ગુરુ બની જશે લોકો ભારતમાં યોગ સાધના તેમજ આધ્યાત્મિક જ્ઞાન લેવા આવશે જેવા આશયો સાથે આ જીવ જાગરણ યાત્રાનું બાબાજી ના ભક્તો દ્વારા સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજ રોજ જીવ જાગરણ યાત્રા અંકલેશ્વર જીઆઇડીસી મુકામે ઠેર ઠેર ફરી હતી. જેમાં પરમ સંત બાબા જય ગુરુદેવ જી મહારાજના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *