- આંગણવાડી કક્ષાએથી જ બાળકોને સશક્ત બનાવવાથી તંદુરસ્ત સમાજનો પાયો નંખાશે:જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી
આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજીત શિક્ષણની વાત અને વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળો જિલ્લા વિકાસ અધિકારી પી.આર જોષીના અધ્યક્ષપદે યોજાયો હતો.

આંગણવાડીમાં ભણતા ભૂલકાઓના વાલીઓ સાથે તેમના વિકાસલક્ષી બાબતો પર ધ્યાન આપી શકાય તે માટે ભૂલકામેળાનું જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા તરફથી આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે આજનું બાળક એ આવતી કાલે દેશ માટે સારા નાગરિક બને તે માટે આંગણવાડી જેવા શરૂઆતના તબક્કામાં જ તેમનું સારું ઘડતર અને ભણતર થાય તે જરૂરી છે. આંગણવાડી કક્ષાએથી જ બાળકોને શસક્ત બનાવવાથી તંદુરસ્ત સમાજનો પાયો નાખી શકાશે.

કાર્યક્રમનાં પ્રારંભે આઈ સી ડી એસ શાખા દ્વારા ભૂલકાઓને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના ટી એલ એમનું પ્રદર્શન નિહાળ્યું હતું. સાથે સાથે મહાનુભાવોના હસ્તે સ્માર્ટ શિક્ષાબસનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબેન રાવ, મામલતદાર માધવીબેન મિસ્ત્રી, ભરૂચ ઘટકના સીડીપીઓ રિદ્ધીબા ઝાલા, મહિલા,બાળ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ ભાવનાબેન વસાવા, આંગણવાડી કાર્યકર્તાઓ, મુખ્યસેવિકા બહેનો, મોટી સંખ્યામાં ભૂલકાઓ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com