Geo Gujarat News

ભરુચ: આડેધડ ટ્રક મુકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડમારી, સ્થાનિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે | VIDEO

ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા કરી જતાં રહેતા હોય છે. જેને લઈ અનેક વાર આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને નાના નાના વાહનોને અવર જવર કરવા માટે લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે અનેક વાર તો સ્થાનિક રહેવાસીઓને આ લોકો સાથે માથાકુટ કરવાનો વારો પણ આવતો હોય છે. થોડા સમય પહેલા આજ વિસ્તારમાં એક લાકડા ગોડાઉનમાં આગ લાગવા પામી હતી જેને લઈ આ રોડ પરથી જ ફાયર બ્રિગ્રેડને અવર જવર કરવી પડે એમ હતી ત્યારે પણ આ રોડ પર ટ્રકનો ભરમાર હોય ફાયર બ્રિગ્રેડને અવર જવર માટે તકલીફનો સામનો કરવો પડયો હતો.

ડ્રાઈવરો દ્ધારા અવાર નવાર મોટા મોટા ભારદાર વાહનો ૧૦ થી ૧૬ ટાયરવાળી ગાડીઓ રોડ પર આડી જ ઉભી કરતી પોતાના ગોડાઉનમાં માલ સારી રીતે ઉતરે તે રીતે જ ઉભી કરતા હોય છે છો પછી રાહદારી તેમજ બીજા વાહન ચાલકોનું જે થવાનું હોય તે થાય તેની કોઈપણ જાતની ચિંતા આ ગોડાઉન માલિક તેમજ ડ્રાઈવર કરતા નથી. અનેકવાર તો આ વિસ્તારમાં આવતી એમ્બ્યુલન્સને પણ આ રોડ પરથી પસાર થતી હોય તો ગોડાઉનમાં માલ ખાલી થતો હોય તો તે ડ્રાઈવર પોતાનું વાહન સાઈડ પર ન કરી એમ્બ્યુલન્સને બીજા રોડ ઉપરથી કાઢવાનો વારો આવતો હોય છે.

આજ વિસ્તારનાં સ્થાનિક રહીશો સાથે વાન્ીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ રોડ પર અનેક વાર અમારે પણ મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે આ લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોય છે અને પછી અમારે પણ અમારી ગાડી કાઢવા માટે રાહ જોવી પડે છે આ બાબતે અનેકવાર રજુઆતો કરવા છતાં આ દુકાન ધારકો કે ડ્રાઈવરો સાંભળતા નથી. આ રોડ પરથી સ્થાનિક રહીશોના છોકરાઓની વાન તેમજ રીક્ષા સ્કુલે લઈ જતી હોય છે જો કે ન કરે નારાયણ અને કોઈ મોટી જાનહાની થાય તો તેની જવાબદારી કોન લેશે તે પણ એક ગંભીર સવાલ ઉભો થતો હોય છે. જો કે આવનાર દિવસમાં આ લોકો પોતાનું વાહન સીધી રીતે પાર્ક નહી કરે તો અમો આ ગોડાઉનનોને બીજે સિફટ કરવા માટે જિલ્લા કલેકટરથી લઈને જિલ્લા પોલીસવડાને આ બાબતે રજુઆત કરવા જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *