Geo Gujarat News

અંકલેશ્વર: શ્રી આદર્શ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતી રેલીનું આયોજન કરવામાં આવ્યું

  • વધુમાં વધુ લોકો મતદાન કરે એવા ઉદ્દેશ્ય સાથે આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
  • આ રેલીમાં વિદ્યાર્થીઓ શિક્ષક અને સ્કૂલના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

લોકતંત્રમાં ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાર ચૂંટણી હોય ત્યારે એનો સમય અને તારીખ નક્કી હોય છે અને તે દિવસે સરકાર તરફથી જાહેર રજાઓ પણ રાખવામાં આવે છે તે દિવસે તમે તમારા અનુકૂળ વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો છો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતુ હોય છે બેલેટ પેપર કે મશીન દ્વારા તમે સરળતાથી તમારા મત અધિકારનો ઉપયોગ કરી શકો છો તેવી વ્યવસ્થા ઓ વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી હોય છે છતાં આપણે ત્યાં ૧૦૦% મતદાન થતું નથી જે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા નથી તેવા લોકોમાં જાગૃતતા લાવવાના ભાગરૂપે સરકાર દ્વારા કે અધૅ સરકારી સંસ્થાઓ દ્વારા એવનનેસ પ્રોગ્રામ થતા હોય છે જેના ભાગરૂપે અંકલેશ્વર ની આદર્શ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અંગેના પ્લે કાર્ડ લઈને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *