ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે. કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પણ પીવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે.પહેલાંના જમાનામાં તો લોકો દાતણ માટે લીમડાની ડાળી વપરાતા હતા.

એનાથી દાંતમાં થતો સડો, મોંમાંથી આવતી દુર્ગંધ અને પેઢાંમાંથી લોહી નીકળતું બંધ થાય છે.લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો દાંતની તકલીફો આવતાં પહેલાં જ અટકી જાય છે.આ બાબતે ડોક્ટર પ્રિયાંશી ચૌહાણ એ જણાવ્યું હતું કે જો લીમડાનો કડવો રસ પેટમાં ઊતરે તો પાચન પણ સુધરે છે. આની અસર ઉનાળામાં જોવા મળતી અળાઈ,ફોલ્લી અને ગૂમડાં સહિત ચામડીના રોગો સામે રક્ષણ મળે છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com