Geo Gujarat News

બનાસકાંઠા: કમોસમી વરસાદથી ખેતીને નુકશાન, ઉભા પાકને નુકશાન સર્જાતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની કરી માંગ

હવામાન વિભાગની આગાહી જે ચાર દિવસની કરવામાં આવી હતી.ત્યારે ગઈકાલે દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેને લઇને દાંતા ના અનેક વિસ્તારો માં ખેડૂતો ના પાક ને પણ મોટું નુકસાન સર્જાયું છે.દાંતા અને અંબાજી પંથકમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો જેને લઈને દાંતા તાલુકાના અનેક ખેડૂતો સરકાર પાસેથી સહાય ની માગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે બપોર બાદ એકાએક બનાસકાંઠાના દાતા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાતા એકાએક ભારે વરસાદ વરસ્યો હતો.ત્યારે અંબાજી અને દાંતા ના આજુ બાજુના વિસ્તારો માં જોરદાર પવનની સાથે વરસાદની સાથે સાથે બરફ ના કરા પણ વરસ્યા હતા.જેને લઈ ને ખેડૂતો ના પાકને નુકસાન થયું છે.હાલમાં ખેડૂતોના ઉભા પાક બાજરી મગફળી અને મકાઈ ને નુકસાન થયું છે. અને જે ઉભા પાક આડા પડી ગયા છે.વર્ષ દરમિયાન અનેકવાર કમોસમી વરસાદ ને લઈને ખેડૂતોને ભારી નુકસાન સર્જાયું હતું. ત્યારે ફરી એકવાર ખેડૂતોને ભારી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં ખેડૂતો ના ઉભા પાક ને કમોસમી વરસાદ ના લીધે જે નુકસાન થયું છે. જેને લઇને ખેડૂતો સરકારની પાસે સહાયની માગ કરી રહ્યા છે. તો સાથે સાથે સરકાર સમક્ષ વળતરની માંગણી પણ કરી રહ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *