Geo Gujarat News

ઝઘડિયા: દુ:માલા વાધપુરાનું ગળનારૂ સાત દિવસ રોડ સરફેસિંગ માટે બંધ રહેશે

ઝઘડિયા તાલુકાના દુ:માલા વાધપુરાનું ગળનારૂ સાત દિવસ રોડ સરફેસિંગ માટે બંધ રહેશે રેલવે તંત્ર દ્વારા ગળનારૂ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

ઝઘડિયા તાલુકાના દુ:માલા વાધપુરા ગામનુ હાઇવેથી ગામને જોડતું રેલવે વિભાગનું ગળનાળા નં એલએચએસ ૬૭-એ નો રોડ ચોમાસા દરમિયાન ખૂબ જ બદતર હાલતમાં આવી ગયો હોય નાના મોટા વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો, જેને રોડ સરફેસિંગ સમારકામ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ ગળનાળાનો રોડ સરફેસિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ગરનાળાના રોડ સરફેસિંગ કામ કરવાનું હોય રેલવે દ્વારા સાત દિવસ ગળનારૂ બંધ રાખવાની જાહેરાત કરી છે.
ગરનાળાના રોડ સરફેસિંગ કામ કરવાનું હોય રેલવે દ્વારા સાત દિવસ ગળનારૂ બંધ રાખવાની જાહેરાત કરી છે.

રેલવે વિભાગમાં જણાવ્યું છે કે એલએચએસ નંબર ૬૭-એ નુ રોડ સરફેસિંગનુ કામ રેલ્વે દ્વારા કરવામાં આવશે જેના કારણે તા.૧૯.૫.૨૪ થી તા. ૨૫.૫.૨૪ સુધી સાત દિવસ સુધી એલએચએસ નં.૬૭-એ બંધ રહેશે, ગરનાળુ રોડ સમારકામ માટે બંધ રહેવાના સંજોગોમાં આ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા માટે જણાવી દેવાયું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *