ગુજરાત રાજ્યમાં નવી 80 ફેમિલી કોર્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લામાં પણ ચાર નવી ફેમિલી કોર્ટ આવી છે. જેમાં અંકલેશ્વર, હાંસોટ, ઝઘડીયા વાલીયા, નેત્રંગ, જંબુસર, આમોદ અને વાગરાનો સમાવેશ કરાયો છે. વાગરા તાલુકાના લોકો માટે પણ ફેમિલી કોર્ટ ફાળવવામાં આવી છે. જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ કૌટુંબિક ઝઘડાઓ પણ વધી રહ્યા છે જેના કારણે ફેમિલી કોર્ટમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકાર નાયબ સચિવ આ.ડી. મહેતાએ એક પરિપત્ર બહાર પાડીને રાજ્યમાં 80 નવી ફેમિલી કોર્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચને ચાર ફેમીલી કોર્ટ ફાળવવામાં આવી છે. જેમાં એક અંકલેશ્વર અને હાંસોટ માટે એક ફેમીલી કોર્ટ, બીજી ઝઘડિયા, વાલીયા અને નેત્રંગ તાલુકા માટે, ત્રીજી જંબુસર અને અમોદ તાલુકા માટે અને ચોથી વાગરા તાલુકાના લોકો માટે ફેમિલી કોર્ટ ફાળવવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ચાર નવી ફેમિલી કોર્ટને મંજૂરી મળતા જ અરજદારને તેમના તાલુકામાં જ ફેમિલી કોર્ટ મળી રહેશે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com