છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ શહેરના ચુનાવાળા ચોકથી ફાટાતળાવ એક બાજુની બ્લોક ગટર અને રસ્તાના નવીનીકરણની કામગીરી બંધ પડી છે. જેને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ કામગીરી કયા કારણોસર બંધ છે.?, શા માટે કામ થતું નથી.? જેવા પ્રશ્નો સાથે આજરોજ AIMIMના ફહીમ શૈખ દ્વારા વેપારીઓ અને સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખી નગર પાલિકા કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી વેહલામાં વેહલી તકે બાકી રહી ગયેલ બ્લોક ગટર અને રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com