Geo Gujarat News

ભરૂચ: આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આગામી તારીખ ૧૭ જૂન ના રોજ મુસ્લિમ સમાજ નો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવાશે. તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પી. એસ. આઈ. એસ. આર. મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી. જેમાં નબીપુર, હિંગલ્લા, સિતપોણ, ઝંઘાર, સેગવા, બબુંસર, ઝનોર, અસુરીઆ, લુવારા ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા. આ સમિતિમાં ઇદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું, શાંતિ ભંગ ન થાય તેના ઉપર વિશેષ ભાર મૂકાયો હતો.

નબીપુરના પી.એસ.આઈ. એ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી.
નબીપુરના પી.એસ.આઈ. એ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી.

શાંતિ ન દહોળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિમા હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાત્રી એક સૂરમા આપી હતી. આ બેઠકમાં નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

સલિમ કડુજી, નબીપુર 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *