ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખશ્રી આદરણીય નિર્મળસિંહ રાણાના પ્રમુખ સ્થાને સભા યોજવામાં આવી હતી. જેમાં પ્રાર્થના બાદ સ્વર્ગસ્થ સભાસદોને શોકાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ મહામંત્રી ઠાકોરભાઈ વાલજીભાઈ પટેલે ગત સભાનું પ્રોસેડિંગ વંચાણે લીધું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. મંડળને દાન આપનાર દાતા જોહરાબેન શેખનુ સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થતા પ્રમુખશ્રી ભગવાનભાઈ પટેલને વિદાય સહ સન્માન આપવામાં આવ્યું તેમજ નવનિયુક્ત પ્રમુખશ્રી તરીકે શ્રી કનુભાઈ રણછોડભાઈ પટેલની નિયુક્તિ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજની સભાના પ્રમુખશ્રી નિર્મળસિંહ રાણાએ સ્થાનિક તેમજ રાજ્યના નિવૃત્તોના પ્રશ્નોને વાચા આપી હતી. તેમજ મંડળની કામગીરી નો ચિતાર આપ્યો હતો. સભાસદ શાકિર શેખે આભાર વિધિ દ્વારા સૌનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com