ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે ગેર કાયદેસર થતા રેતી ખનન અંગે તંત્રએ ગતરોજ લાલ આંખ કરતા પ્રાંત અધિકારી અને ભૂસ્તર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી આ રેડમાં ગેર કાયદેસર અને ઓવર લોડેડ એવી 9 ટ્રકો અને 1 ટ્રેકટર સીઝ કરવામાં આવ્યું હતું હાલ આ વાહનોને શુકલતીર્થ પોલીસના આઉટ પોસ્ટ ચોકી ખાતે રખાવામાં આવ્યા છે.

આ બાબતે વિગતે જોતા છેલ્લાં ઘણાં દિવસોથી શુક્લતીર્થ પાસેના નર્મદા નદીના કિનારા પાસેથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની ફરીયાદો ઉઠી હતી તેમજ તે અંગે બાતમી પણ હતી જેના પગલે ગતરોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં પ્રાંત અધિકારી તેમજ ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન શુકલતીર્થ નદી કિનારા ગેરકાયદેસર અને ઓવર લોડેડ 9 ટ્રેકટર અને 1 ટ્રેકટરમાં રેતી ભરેલા જણાઈ હતી આ વાહનો હાલ શુક્લતીર્થ પોલીસના આઉટ પોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે આ બનાવ અંગે નબીપુર પોલીસ તપાસ કરી રહી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com