ભરૂચના દશાશ્વમેઘ અોવારા પાસે ફરી એકવાર મહાકાય મગરે દેખા દેતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. અંદાજિત છ મહિના પહેલાં આવા જ એક મહાકાય મગરે આ જ વિસ્તારમાં નજરે ચઢ્યો હતો. જેને લોકોએ જોતાં જ તેના વિડિયો બનાવી સોસીયલ મિડિયામાં વાઈરલ કરી નદી કાંઠે આવતા અન્ય લોકોને ઓવારે નહિં જવા ચેતવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે લોકો તથા શ્રધ્ધાળુઓ સ્નાન કરવા આવતા હોય છે. જેમાં હવે મગરે દેખા દેતા લોકોમાં ભય ફેલાયો છે તથા આ અંગે તંત્રને પણ જાણ કરવામાં આવી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com