
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળનુ છોડ વાવી “એક પેડ માં કે નામ” અભિયાનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમને આગળ વધારતા માતરીયા તળાવ, ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં વૃક્ષારોપણ કર્યું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ પટેલજી સહિતના સંગઠનના પદાધિકારીઓ, ટીમ નગરપાલિકાના સાથી સભ્યઓ તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com