Geo Gujarat News

ભરૂચ: સોના ચાંદીના દાગીના ભરેલું પર્સ ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યું

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગણેશભાઈ પોપટભાઈ સોલંકી રહે. તા.જી ભરૂચ નાઓએ તેઓ પોતાના પરિવાર સાથે સુરતથી પરત પોતાના ઘરે આવતા નર્મદા ચોકડી ખાતેથી કોઈ ઓટો રિક્ષામાં બેસી ઝાડેશ્વર પોતાના ઘરે પરત ફર્યા હતા.જે દરમ્યાન તેઓને પોતાનું પર્સ જેમાં એક સોનાનું મંગળસુત્ર, બે સોનાની બુટી, એક જોડ પાચલ, એક જોડ યાંદીના કડા, એક મોબાઈલ, બેન્કની પાસબુક તથા બીજા અગત્યના ડોક્યુમેન્ટ હતા તે પર્સ કોઈ જગ્યાએ અથવા રિક્ષામાં ખોવાઈ ગયું હોવાનું તેઓએ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. જેથી તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ રીસોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે રીક્ષાની ઓળખ કરી તપાસ કરતા ગણતરીના કલાકોમાં ખોવાયેલ પર્સ મેળવી મુળ માલિકને સુપ્રત કરી ભરૂચ શહેર સી.ડીવીઝન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *