Geo Gujarat News

ઝઘડિયા: બાંડાબેડા ગામે ૩૫ વર્ષીય યુવકે જંતુનાશક ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાંડાબેડા ગામના એક ૩૫ વર્ષીય યુવકે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બાંડાબેડા ગામે રહેતો નરેશ રમણભાઈ વસાવા નામના ૩૫ વર્ષીય યુવકને કોઇ કામધંધો નહતો તેમજ એકલવાયું જીવન જીવતો હતો.ગતરોજ તા.૮ મીના રોજ નરેશના પિતરાઇ ભાઇ વિનોદ ચતુરભાઇ વસાવાને ખબર મળી હતી કે તેનો પિતરાઇ ભાઇ નરેશ ગામમાં જવાના રસ્તા પર બેઠો છે અને ઉલ્ટી કરેછે,આ ખબર મળતા વિનોદભાઇ ઘરેથી નીકળીને નરેશ જ્યાં હતો ત્યાં ગયા હતા. ત્યાં જઇને જોયુંતો નરેશ રસ્તાની બાજુમાં બેભાન હાલતમાં પડેલ હતો અને બાજુમાં ઉલ્ટી કરેલી હતી,તેમજ ત્યાં ખેતરમાં છાંટવાની જંતુનાશક દવાની બોટલ પડેલી હતી. તેને જગાડતા તે જાગ્યો નહતો. બેભાન નરેશને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મરણ પામેલ જાહેર કર્યો હતો. મરનાર યુવક નરેશને કોઇ કામધંધો હતો નહિ તેમજ તે એકલવાયું જીવન જીવતો હતો તેથી કંટાળીને તેણે જંતુનાશક દવા પી લીધી હોવાની શંકા સાથે મૃતકના પિતરાઇ ભાઇ વિનોદભાઇ ચતુરભાઇ વસાવા રહે.બાંડાબેડા તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *