Geo Gujarat News

નેત્રંગ: એકવાર વેચાણ થયેલ જમીન અન્ય લોકોને વેચાણ કરાતી હોવાનો કિસ્સો સામે આવ્યો..!!!

ઝઘડીયા વિધાનસભા ચુંટણીનાં કોંગ્રેસ માંથી ઉમેદવારી કરનાર અને હાલ ભાજપના નેતા ફતેસિંગ વસાવાની નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ આદર્શ નિવાસી શાળા પાસે ૧૦ એકર જમીન આવેલ છે.જે એક એકર જમીના રૂ.૬ લાખ નક્કી કરી ફતેસિંહ વસાવાએ અંકલેશ્વરની શ્રીરામ સોસાયટીમાં રહેતા સારીકાબેન નવલભાઈ વસાવા,દિનાબેન નવલભાઈ વસાવા,કિરણભાઈ નવલભાઈ વસાવા અને રામેશ્વરભાઈ શંભુંભાઈ ગુલાલેને તા.૨૦-૦૧-૨૦૨૪ ના રોજ વેચાણ કર્યું હતું.જેમાં રૂ.૫ લાખ અલગ – અલગ બેંકના ચેક ફતેસિંહ વસાવાને આપ્યા હતા. જેનું બાનાખાત અને એડવોકેટ-નોટરી વાલીયાના નટવરભાઈ વસાવાએ કર્યું હતું.ત્યાર બાદ ફતેસિંગ વસાવા પાસેથી અંકલેશ્વરની શ્રીરામ સોસાયટીમાં રહેતા વસાવા પરીવારે દવાખાણામાં જવાનું છે,ઘર બનાવું અને ગાડી લેવાની છે તેમ કહીને ૩૦ લાખ રોકડા અને ચેકથી લીધા હતા.જમીન વેચાણ કર્યાને લાંબો સમય પસાર થઈ ગયા બાદ અને ૩૦ ની ચુકવણી કર્યા બાદ ફતેસિંગ વસાવાએ જણાવેલ કે જમીનનો દસ્તાવેજ કરી આપી આગળની કાર્યવાહી હાથધર્યે .ત્યારે અંકલેશ્વરની શ્રીરામ સોસાપટીમાં રહેતા વસાવા પરીવારે જણાવેલ કે,જમીનની કિંમતમાં વધારો કરી આપો,નહીંતર અમે જમીન બીજાને વેચી દઈશું.ત્યાર બાદ એકવાર વેચાણ થયેલ જમીન અન્ય લોકોને વેચાણ કરતા હોવાનું માલુમ ફતેસિંગ વસાવાને પડતાં ભાંડો ફુટ્યો હતો. આ બાબતે ફતેસિંગ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરના શ્રીરામ સોસાયટીમાં રહેતા સારીકાબેન નવલભાઈ વસાવા,દિનાબેન નવલભાઈ વસાવા,કિરણભાઈ નવલભાઈ વસાવા અને રામેશ્વરભાઈ શંભુભાઈ ગુલાલે વિરૂદ્ધ ફરીયાદ આપતા પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *