મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પીકઅપ વાન નં. GJ-16-AW-5722માં શંકાસ્પદ ભંગાર ભરેલો છે. આ પીક અપ વાન રાજપીપળા ચોકડી પાસે ઉભી છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બાતમીવાળી પીકઅપ વાનમાં તપાસ કરતાં તેમાંથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે મૂળ યુપી અને હાલ મીરાનગર વિસ્તારમાં આવેલી ગિરનાર સોસાયટીમાં રહેતા અને પીક અપ વાન ચાલક ઇંદેશ સુઘરસિંગ પાલની ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે 420 કિલો ભંગાર કિંમત 16 હજાર અને પીક અપ વાન મળી કુલ 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com