Geo Gujarat News

ભરુચ: સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર ૨૦૨૪ અન્વયે જાણવા જોગ, જિલ્લામાં પાત્રતા ધરાવતા જોગ જરૂરી માહિતી જાહેર કરાઇ

આગામી ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધી નિયત નમુનામાં www.awards.gov.in ઓનલાઈન પોર્ટલ પર નામાંકન /ભલામણની અરજી કરવા અનુરોધ

ભારત સરકાર ઘ્વારા સંસ્થાપિત “સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, ૨૦૨૪’ તા. ૩૧ મી ઓકટોબર-૨૦૨૪ ના રોજ એનાયત કરવામાં આવનાર છે. ભારતના નાગરિકો/સંસ્થાઓ ધ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે ક૨વામાં આવેલ નોંધપાત્ર યોગદાનને સન્માન કરવા માટે પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. ત્યારે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર ૨૦૨૪ માટે ભરૂચ જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા વ્યકિત/સંસ્થાઓ/સંગઠનને પુરસ્કાર પ્રદાન કરવા માટેના નામાંકન/ભલામણ માત્ર ઓનલાઈન પોર્ટલ www.awards.gov.in ૫૨ ઉપલબ્ધ નિયત નમુનામાં તા. ૩૧/૭/૨૦૨૪ સુધી સ્વીકા૨વામાં આવનાર છે. પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા વ્યકિત/સંસ્થાઓ/સંગઠન ધ્વારા તા.૩૧/૭/૨૦૨૪ સુધીમાં ઓન લાઈન પોર્ટલ પર નિયત નમુનામાં અચુક નામાકંન કરવા અનુરોધ કરાયો છે. તેમ એકસ્ટ્રા ચિટનીશ ટુ કલેક્ટર દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *