Geo Gujarat News

વાગરા; કલરટેક્સ ખાતે એન્વાયરમેન્ટ ક્લિનિકનું સફળ આયોજન કરવામાં આવ્યું

વાગરા તાલુકાની વિલાયત જી આઈ ડી સી ખાતે આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા લિ ખાતે તારીખ 11-07-2024 ના રોજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા વિલાયત અને સાયખા જીઆઇડીસી ના ઔદ્યોગિક એકમો માટે એક એન્વાયરમેન્ટ ક્લિનિક નું આયોજન કરવા માં આવ્યું હતું . આ એન્વાયરમેન્ટ ક્લિનિક માં મોટી સંખ્યામાં ઉદ્યોગો ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરીના વડા પ્રાદેશિક અધિકારી કે એન વાઘમશી, પર્યાવરણ ઈજનેર આર આર ગાયકવાડ અને નેન્સી પટેલ દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એન્વાયરમેન્ટ ક્લિનિક નો મુખ્ય હેતુ ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરી લેવા માં લેવાના જરૂરી પગલાંઓ તેમજ અરજી કરવા માં રાખવાની થતી સાવધાની ઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુ માં ઉપસ્થિત ઉદ્યોગો દ્વારા તેમને અરજી અને ત્યારબાદ ની પ્રક્રિયા માં પડતી તકલીફો અંગે પણ રજૂઆત કરવા માં આવી હતી . આ સાથે એન્વાયરમેન્ટ ક્લિનિક માં જોખમી કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે જરૂરી માર્ગદર્શન પર્યાવરણ ઈજનેર દ્વારા આપવામાં આવ્યું હતું . પ્રાદેશિક અધિકારી દ્વારા આવનાર ચોમાસાની ઋતુમાં પ્રદુષણ નિયંત્રણ રાખવા માટે લેવાની જરૂરી સાવધાની અને કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિલાયત એસોસીએસન ના માનદ મંત્રી ડો મહેશ વશી , સાયખા એસોસીએસન ના શ્રી પ્રતીક દેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા . વિલાયત અને સાયખા ના ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બાહેંધરી આપી હતી કે જેવી તેમના દ્વારા ઉદ્યોગ ચલાવવા માં પર્યાવરણીય અને સુરક્ષા માટે ખુબ જ ઊંચા માપદંડ અપનાવવામાં આવશે અને ખુબ જ સારી કાળજી લેવામાં આવશે . કલરટેક્સ કંપની ના કર્મચારીઓ દ્વારા આ આયોજન ને સફળ બનાવવા ઉત્કૃષ્ઠ મહેનત કરવા માં આવી હતી અને વિલાયત તેમજ સાયખા એસોસીએસન દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *