Geo Gujarat News

ભરૂચ: પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશનને સફળતાના શિખર ચડ્યા

  • અનેક સામાજિક સંસ્થાઓને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેમાનગતિના સુર રેલાયા..
  • પ્રદેશ અધ્યક્ષનું મનનીય પ્રવચનમાં શાંતિને એકતાનો સંદેશ સાર્થક થતો જણાયો…
  • પત્રકારને પ્રમાણિક જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓને પત્રકારોનો સધિયારો બનવા હાંકલ..

IMG-20240712-WA0011 (1)

આજરોજ 13 મી જુલાઇને શનિવારે સવારે 11 વાગ્યાના સુમારે ભરૂચ શહેરનાના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયુ હતું. આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અઘ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા તેમજ ઉપ્રમુખ ગીરવાનસિહ સરવૈયા, કમલેશ પટેલ સહિત પ્રદેશ મહા મંત્રી, કિરણભાઈ મલેશિયા, મંત્રીઓ,સહ મંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમિમ બેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો, ઝોનના હોદ્દેદારો, તેમજ સતીષ કુંભાણી સહિત જિલ્લાના પ્રમુખો, જોન પ્રભારી, સહ પ્રભારી કોર્ડીનેટરો સહિત જિલ્લા શહેર અને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની સફળતાના શિખરો ચડાવ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કર્યો હતો, પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો,ઝોન આગેવાનો,જિલ્લા પ્રમુખોની મહેમાન ટીમો સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ,સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી,સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું, અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા.

શ્રી આકાશ મોદી RSPL કંપની પાનોલી, મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ,શ્રી રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ, તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાણી ભૂખ્યાને ભોજન સંસ્થા, નિતીન ભાઈ માનેનું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, રજનીશ સિંગની સંસ્થા જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ,અને ડેક્ષર પટેલ ની સિકલ સેલ અવરનેસ ફાઉન્ડેશન ને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિન્હ ભેટ આપ કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ અતુલ મુલાની તેમજ ઝોન પ્રભારી ફિરોજ દીવાન મહિલા વિગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમિમ પટેલ, ઝોન કોર્ડીનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ, મહિલા વિગ મંત્રી ચાંદની બેન મુલાણી, તેમજ તાલુકા પ્રમુખો જેમાં કેયુર રાણા અંકલેશ્વર, રાજેશ ભાઈ ખુમાણ ભરૂચ, અશોકભાઈ રાવલ હાંસોટ, નઈમ ભાઈ દિવાન વાગરા, સલીમભાઈ પટેલ જંબુસર, સ્નેહલભાઈ પટેલ નેત્રંગનાઓએ જહેમત ઉઠાવી હતી..

કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા નિતીન ઘેલાણીએ રજૂ કરતા પાંચ વર્ષમાં મેળવેલ સફળતા નો ચિતાર રજૂ કર્યો હતો.પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ભેખ લઈએ તો પૂજનીય છીએ,મહિલા પત્રકારો ને એકતા ના તાંતણે જોડવા આહવાન કર્યું હતું..ઉપ્રમુખ ગીરવાનસિહ સરવૈયા દ્વારા પત્રકારોને સંગઠનમાં જોડાવા,ફોર્મ ભરવા,સભ્યપદ મેળવવાને એકતાનો સંદેશ સાર્થક કરવા હાકલ કરી હતી..

કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ અતુલ ભાઈ મુલાણી એ કરી હતી.ને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થા માં ભાગ લઈ “અન્ન ભેળાં એના .મન ભેળાં” કહેવત ને સાર્થક કરતો સંદેશ આપ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *