વાગરા પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખી ડી.વાય એસ.પી ના અધ્યક્ષ સ્થાને આજરોજ શાંતિ સમિતિની બેઠક મળી હતીજેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ વાગરા નગરમાં ઉજવાતા દરેક ધાર્મિક તહેવારો કોમી એખલાસના વાતાવરણમા શાંતિ પૂર્ણ રીતે ઉજવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. વાગરા પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત DYSP એ સૌને વાગરા પંથકમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમજ સમય મર્યાદામાં તાજીયાનું ઝુલુસ પૂર્ણ કરવા સૂચના આપી હતી. શાંતિ સમિતિની બેઠકમાં વાગરા સહિત આસપાસના ગામોના સરપંચો, હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સહિત તાજીયા કમિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવવાની ખાત્રી આપી હતી.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com