Geo Gujarat News

ભરુચ: મોહરમ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આગામી બુધવારે મુસ્લિમ સમુદાયના પવિત્ર મોહરમ માસની દસમી તારીખે આશુરા પર્વની ઉજવણી કરવામાં આવશે. જેને અનુલક્ષી ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈની અધ્યક્ષતામાં તાજીયા કમિટીના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમા પાલેજ ટાઉનના અલગ અલગ વિસ્તારોમાં બેસાડેલા તાજીયા કમિટીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈએ આશુરા પર્વ કોમી એકતા સાથે અને સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઇપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આશુરા પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. તાજિયા કમિટીના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *