ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રાશંત.આર.જોષી ભરૂચના માર્ગદર્શન અને નૈતિકા.એચ.પટેલ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચની આગેવાની હેઠળ એસ.બી.એમ ફેઝ ૨ હેઠળ પ્લાસ્ટિક મુક્ત ગામ અને નિર્મળ ગુજરાત થીમ આધારિત ઘન કચરા વ્યવસ્થાપનના ભાગેરૂપે ડોર ટુ ડોર કલેક્શન થાય તે હેતુથી વર્ષ – ૨૦૨૪ – ૨૫માં ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓમાં ઈ- વિહિકલની જોગવાઈ કરવામાં આવી હતી.

જેને અનુલક્ષીને વાગરા તાલુકાના સાયખા, લુવારા,વોરા સમની,કલાદરા,અંભેટા,જાગેશ્વર ગામે તાલુકાના પ્રમુખશ્રી,ઉપ પ્રમુખશ્રીના હસ્તે સરપંચને ઈ- વિહિકલની ચાવી આપવામાં આવી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com