Geo Gujarat News

આમોદ: પાલિકાના સફાઈ કામદારો પ્રતીક ઉપવાસ ઉપર બેઠા, અનિયમિત પગારના ત્રાસથી કંટાળી કામદારો આંદોલનના માર્ગે

અનિયમિત પગારના ત્રાસથી કંટાળી આમોદ પાલિકાના સફાઈ કામદારો મામલતદાર સાહેબ આમોદને આવેદન પત્ર આપી ૨૦ મી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી નગરપાલિકા બહાર પ્રતીક ઉપવાસ ઉપર બેઠા છે. જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઉભા થયા છે. ત્યારે આમોદ નગરજનો નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરતા હોવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવેલ છે.

આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતાં હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી છતાં નિયમિત પગાર નહી થતાં તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુતર નહી આપતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ ૨૦ મી જુલાઈથી સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી પાલીકા કચેરી બહાર પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા છે. જેથી આમોદ નગરમાં પદાધિકારીઓના અણઘડ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજય ફેલાશે અને કોઈ મોટો રોગચારો ફેલાશે તેનો જવાબદાર કોણ?, શુ? આમોદ નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલીકા શાસકોમાં પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે.?

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *