Geo Gujarat News

અંકલેશ્વર: ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના નવા પ્રમુખ તરીકે સર્વાનુંમતે હિંમત શેલડીયાની વરણી કરાઈ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તા-૨૯મી જૂનના રોજ યોજાઈ હતી,સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે યોજાયેલા ચૂંટણી જંગમાં વિકાસ પેનલના ૫ અને સહયોગ પેનલના ૩ ઉમેદવારો વિજેતા બન્યા હતા,ઉદ્યોગ મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉદ્યોગ મંડળ ખાતે એક બોર્ડ મિટિંગમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખ તરીકે હિંમત.બી.શેલડીયા, ઉપપ્રમુખ તરીકે હસમુખ.ડી.દુધાત અને નટુ.બી.પટેલ,જ્યારે જનરલ સેક્રેટરી તરીકે હરેશ.જી.પટેલની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખજાનચી પદે ડો.દેવ શરનસીંગ,જોઈન્ટ સેક્રેટરી પદ પર પ્રશાંત.પી.પટેલ અને ડો.ઉમેશ ગોંડલિયાની વરણી કરવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *