Geo Gujarat News

ભરૂચ: રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા સગર્ભા મહિલા-ધાત્રી માતાઓ માટે માર્ગદર્શન શિબિર યોજાય

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા સ્ટેશન સ્થિત કલરવ શાળામાં ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓના માર્ગદર્શન માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ડોક્ટર પ્રગતિ બારોટ અને ડોક્ટર મધુમિતા દ્વારા માતાઓ અને બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ ડિલિવરી બાદ બાળકોના સર્વાંગી વિકાસ માટે અને બાળકોના ઉછેર માટે ઉપયોગી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભરૂચ શહેરમાં આવતી 30 જેટલી આંગણવાડીઓ માં રજીસ્ટર થયેલ તમામ ગર્ભવતી માતાઓ અને ધાત્રી માતાઓ માર્ગદર્શન મેળવવા માટે ઉપસ્થિત રહી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા આ તમામ માતાઓ અને બહેનોને ફ્રૂટ તેમજ સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું. આવેલ તમામ બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ થી બચવા માટેના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બહેનોનું વજન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું. મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓને લગતી તમામ યોજનાઓ વિશે પૂરતી માહિતી આપવામાં આવી.

આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સેક્રેટરી રોટેરીયન શિલ્પાબેન ઠક્કર, પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરિયન કિર્તીબેન જોશી,મહિલા અને બાળ વિભાગના અધ્યક્ષ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ હાલના નગર સેવિકા શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, રોટેરીયન રાની છાબરા, રોટરિયન ગીતાબેન પરમાર, સીડીપીઓ સરોજબેન, મહિલા બાળ વિભાગના સેજલબેન, કલરવ શાળા ના આચાર્ય નીલાબેન મોદી, આંગણવાડીની સુપરવાઇઝર બહેનો અને હેલ્પર બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી. આ કાર્યક્રમમાં અંદાજિત 300 થી વધુ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *