Geo Gujarat News

વાગરા: વિલાયતની જુબીલન્ટ કંપનીમાંથી કેટાલિસ્ટ પાવડર ચોરીમાં વાગરા પોલીસે વધુ સાત આરોપીઓને ઝડપી પાડ્યા

  • ધરપકડનો કુલ આંક ૧૪ પર પહોંચ્યો જ્યારે એક આરોપી હજી પણ વોન્ટેડ..
  • ચોરી પ્રકરણમાં કુલ ૧૪ આરોપીઓ ઝડપાયા ; ૧૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો..
  • ભરૂચ SOG માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાની સંડોવણી બહાર આવતા પોલીસને બટ્ટો લાગ્યો.!!

વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલ એક કંપનીમાં થયેલ કેટાલિસ્ટ પાવડરના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. વાગરા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ કેસમાં ભરૂચ SOG માં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ભરૂચ SOG માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાની સંડોવણી બહાર આવતા પોલીસને બટ્ટો લાગ્યો.!!

વિલાયત GIDC માં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાં દોઢ માસ આગાઉ ૩૮ લાખથી વધુની કિંમતનો ૪૦ કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થવા પામી હતી. જેમાં દહેજ પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા. આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા ચોવીસ કલાકમાંજ અન્ય સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ૧૩ લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીષ વસાવાએ જણાવેલ કે, તે પોતે અને સમીર રાઠોડ, વિશાલ વસાવા અને નહિ પકડાયેલ આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જ્યુબિલિયન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી. ચોરેલ કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતો. જેમાં સતીષ વસાવાએ પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશિષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો. આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા. તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસ.ઓ.જી. માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવા એ તેઓની ગાડી ઉભી રખાવી બળજબળીથી મુદ્દામાલ લઈ લીધો હતો. આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલ હતો. તેણે અતુલકુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો. વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબ્જે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલા બીજા રિશીવરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દહેજ પોલીસે પકડેલ સાત આરોપીઓને ભરૂચ સબ જેલમાં ધકેલાયા હતા. જ્યારે વાગરા પોલીસે પકડેલ સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથધરી હતી.

વાગરા પોલીસે ઝડપી પાડેલ આરોપીઓ..

૧) અમિત સુરેશ પટેલ, હાલ રહે અંકલેશ્વર,મૂળ રહે, કામલી, જી. મહેસાણા

૨) સમીર શાંતિલાલ રાઠોડ, રહે કેસલુ ,તા.આમોદ,જી . ભરૂચ

૩) કિસન વિરમ વસાવા,રહે અંભેર, તા. વાગરા,જી. ભરૂચ

૪) વિક્રમ ઉર્ફે આશિષ પ્રભાત પરમાર, રહે પણીયાદરા,તા. વાગરા,જી. ભરૂચ.

૫) અતુલકુમાર રમેશ પટેલ, રહે ,જુના બોરભાથા બેટ,તા.અંકલેશ્વર,જી. ભરૂચ.

૬) વિજય રામછત્રસિંહ ચૌહાણ,રહે,
નવાપુન ગામ,તા.અંકલેશ્વર,જી.ભરૂચ

૭) નિલેશ નારસંગ વસાવા,રહે ,પોલીસ લાઇન,ઝઘડિયા,જી.ભરૂચ,મૂળ રહે રૂખ્ખલ,તા.ડેડીયાપડા,જી.નર્મદા

પાવડર ચોરી કેસમાં વોન્ટેડ આરોપી..

વિજય વસાવા..

ગતરોજ દહેજ પોલીસે લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા..

વાગરા: જ્યુબીલન્ટ કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ઈસમો ઝબ્બે

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *