Geo Gujarat News

આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલી અજાણી કિશોરીનું પરિવાર સાથે ગણતરીના કલાકોમાં સુખદ મિલન..

પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ તા. ૦૬-૦૮ ૨૦૨૪ ના રોજ આમોદ -જંબુસર રોડ ઉપર આવેલ બત્રીસી નાડા પાસે આમોદ પો. સ્ટે. માં ફરજ બજાવતા એ.એસ.આઇ શંકરભાઈ માવજીભાઈ ટ્રાફિકની કામગીરી કરતા હતા જે દરમિયાન બત્રીસી નાણા પાસે અજાણી કિશોરી પસાર થતા તેની ને રોકીને પૂછતાછ કરતા તેને પોતાનું નામ જણાવે નહીં અને ગભરાઈ ગયેલ હતી જેથી કિશોરીને આમોદ પો. સ્ટે. લાવી ચા-પાણી કરાવી આમોદ પો.સ્ટે. ની મહિલા પોલીસ કર્મચારી હીરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરી ને પુછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવેલ હતું પરંતુ પુરૂ નામ અને સરનામું જણાવેલ ન હોવાથી કિશોરીના વાલી – વારસની હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામના સાહિલ પિયુષની વાડીમાં કામ કરતા હિતેશ જગન રાઠવા ની દીકરી હોવાનો જણાતા આમોદ પોલીસે ખરાઈ કરીને તેના પિતાને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *