Geo Gujarat News

અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના 5 ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારાઈ

અંકલેશ્વર-પાનોલી ઉદ્યોગ નગરીમાં વરસાદની ઋતુમાં પ્રદુષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો. વરસાદી કાંસમાં પણ ઔદ્યોગિક પ્રદુષણ પાણી વહેતુ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જોકે, GPCB દ્વારા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે લાલ આંખ કરવામાં આવી હતી.

અંકલેશ્વરની ગણેશ રેમેડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ-2 અને શ્રી સલ્ફયુરિક કંપની તેમજ પાનોલી GIDCની બજાજ હેલ્થકેર કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે પ્રદુષણ ઓકતા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *