Geo Gujarat News

ભરૂચ: GNFC S&R ક્લબ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો, લોકોને સતર્ક રહેવા પોલીસની અપીલ

ભરૂચના જીએનએફસી,એસ એન્ડ આર ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન આજરોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવેલ હતું.


જેમાં ૨૦૦ થી વધુ વ્યક્તિ ઓ એ હાજરી આપી હતી.આ કાર્યક્રમમા સ્પોર્ટ્સ અને રિકરીએશન ક્લબ ના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત ,ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી,કલ્ચરલ કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના અન્ય સભ્યો દ્વારા ભરૂચ સાયબર સેલ ટીમના મુખ્ય અતિથિ વિશેષ મલકેશ ગોહિલ તથા તેમની ટીમ નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ને આગળ વધારવામાં આવ્યો હતો.જેમાં હાલમાં ચાલી રહેલા અવનવા સાયબર ફ્રોડ જેવા કે એટીએમ ક્લોનીંગ , જોબ ફ્રોડ, કેવાયસી રોડ ટાસ્ક ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડ વિશે તથા આ પ્રકારના ફ્રોડથી બચવા શું તકેદારીઓ રાખવી તેમજ બાળકોને મોબાઇલના ઉપયોગથી થતા ગેરફાયદાઓ અને ખાસ મહિલાઓએ સોશિયલ મીડીયા એકાઉન્ટ વાપરતી વખતે શું ધ્યાન રાખવું તે બાબત મલ્કેશ ગોહિલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને શ્રોતાઓએ ખૂબ જ ધ્યાન અને શાંતિપૂર્વક સાંભળ્યો હતો અને આવા સમાજ ઉપયોગી કાર્યક્રમ અવારનવાર થાય તેવી સાયબર સેલને વિનંતી કરવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *