અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બી.ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે જૂના માંડવા તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં બાવળની જાડી પાસે માંડવા જવાના ત્રણ રસ્તા થઈ એક શખ્સ બાઈકમાં મીણિયા કોથરામાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર હોય જે ચોક્કસ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે બાતમી વાળી જગ્યા પર તપાસ કરતા, તે સમયે મહેન્દ્ર મંદો જીવણભાઈ વસાવા ઉમર વર્ષ 24, રહે માંડવા ટોલ ટેક્સ ની બાજુમાં આવેલ ખેતરમાં તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ એકટીવા લઈને પસાર થતાં પોલીસે તેની તલાસી લેતા એકટીવામાંથી મીણિયા કોથળા ઉતારી બાવળની ઝાડની વાડમાં ઉતારતો હોય,

જેને અંકલેશ્વર શહેર પોલીસે પૂછતાછ કરતા તેમની પાસે વિદેશી દારૂના જથ્થાની જુદી જુદી બોટલો મળી આવેલ હોય જે બોટલો વિશે કોઈપણ પ્રકારનો પાસ પરવાનો ના હોય, આથી પોલીસે ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 28,000 તથા activa ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-16-CQ-9914 કિંમત ₹40,000 સહિત કુલ રૂપિયા 73 હજારના મુદ્દા માલ સાથે મહેન્દ્ર ઉર્ફ મંદો જીવણ વસાવાની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને વોન્ટેડ આરોપી અમિત મહેન્દ્ર વસાવા ની શોધખોળ પોલીસે હાથ ધરેલ છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com