ભરણપોષણના કેસમાં સજા પામેલ આરોપીને વાલિયા પોલીસે ઝડપી લઇને જેલને હવાલે કર્યો હતો. જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી સજા પામેલ વોરંટના આરોપીઓને પકડી લઇને કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,દરમિયાન વાલિયા પીઆઇ એમ.બી.તોમર તથા પીઆઇ આર.સી.વસાવાની સુચના અને માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ સ્ટાફ દ્વારા વાલીયા પોલીસની અલગઅલગ ટીમો બનાવીને પોલીસ મથક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ઝઘડીયા ફેમીલી કોર્ટના કામનો આરોપી રવીન્દ્રભાઈ રવીલાલભાઈ વસાવા હાલ રહે. મોખડી મુળ રહે. વડફળિયા તા.વાલિયા જિ.ભરૂચના મોખડી ખાતે તેની સાસરીમાં આવેલ છે. તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસે સદર આરોપીને મોખડી ગામેથી ઝડપી લીધો હતો.
આરોપીને કોર્ટ દ્વારા ૩૯૦ દિવસની સાદી કેદની સજા કરવામાં આવી હતી
આ ઈસમ રવીન્દ્રભાઈ રતીલાલભાઈને ફેમીલી કોર્ટ ઝઘડિયા દ્વારા ભરણપોષણના કેસમાં ૩૯૦ દિવસની સાદી કેદની સજા થયેલ હોઇ આરોપીને ઝડપી લઇને સજા ભોગવવા માટે વાલિયા પોલીસ દ્વારા ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com