એમ.એમ.એમ.સી.ટી. સંચાલિત હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળા,અલીફ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ,મુનીર મુન્શી માધ્યમિક વિભાગનાં ધોરણ – ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.વી.સી.ટી. હાયર સેકન્ડરી વિભાગનાં શિક્ષકો દિવાન ફીરદોશબેન તેમજ મુન્શી આરીફાબેન નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતી માધ્યમના હેડ મન્સુરી આસીફ સરે ઉપસ્થિત રહી સ્પર્ધકોમાં ઉત્સાહ જાગૃત કર્યો.શાળાના આચાર્યા મેહફૂજાબેન દ્વારા સ્પર્ધામા ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગમાથી સાલેહ આલિયા માધ્યમિક વિભાગમાથી હાદિયા ઇર્શાદ તથા ઞુજરાતી માધ્યમિક વિભાગ માથી માનુવાલા સહલ અને માસ્તર સાહિલ પ્રાથમિક વિભાગમાથી પટેલ યુસુફ જેઓએ પ્રથમ ક્રમ મેળવ્યો. સમગ્ર સંચાલન શાળાના શિક્ષક પટેલ રૂબીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com