Geo Gujarat News

આમોદ: નગર પાલિકા દ્વારા આયોજીત ભવ્ય તિરંગાયાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠયા

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાનો સંકલ્પને સાકાર કરવા આમોદ નગરપાલિકા દ્વારા આયોજીત તિરંગા રેલીના સંયોજક અને યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ આમોદ ચામડિયા હાઇસ્કુલના વિશાળ પટાંગણમાંથી ડી.જે.ના તાલ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે.સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

નગરની તમામ શાળાના બાળકોએ હાથમાં તિરંગો લઈ દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા..

આમોદ નગરપાલીકા પ્રમુખ જલ્પાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લિંબચિયા,પ્રમોદ્ર પટેલ,મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલા, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ,તાલુકા શિક્ષણ અઘિકારી શબ્બીર સાંપા, આમોદ પોલીસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ અસવાર, પાલિકાના તમામ સદસ્યો તેમજ તમામ સરકારી કચેરીનો સ્ટાફ,પોલીસ જવાનો,આમોદ નગરનાં પ્રબુદ્ધ નાગરિકો,વેપારી આગેવાનો,પ્રજાપિતા બ્રહ્મકુમારીઝની બહેનો મોટી સંખ્યામાં હાથમાં તિરંગો ઝંડો લઇને તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત આમોદ નગરની તમામ શાળાના બાળકો તેમજ શિક્ષકગણ,પણ યાત્રામાં જોડાયા હતા.હાથમાં તિરંગા ઝંડો લઇને દેશભક્તિના ગીતોના સથવારે નગરનાં રાજમાર્ગો તિલકમેદાન, દિલાવર મંઝીલ, જનતા ચોક, સરીપાપોળ, મચ્છી માર્કેટ વિસ્તારમાં ફરીને પરત ચામડિયા હાઇસ્કુલના પટાંગણમાં આવી હતી.તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોએ દેશદાઝની ભાવના જાગ્રત કરી હતી.રાષ્ટ્રગીત ગાયા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *