Geo Gujarat News

વાગરા: 78 માં સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઊજવણી MMM પટેલ હાઇસ્કુલ ખાતે કરાઈ, મામલતદારના હસ્તે ધ્વજારોહણ કરાયું

ભારતમાં સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ 1947ની ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરે છે જ્યારે ભારતે લગભગ બે સદીઓની ગુલામી બાદ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી. આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી. જેમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓનો સમાવેશ થતો હતો, જેમણે અહિંસક વિરોધ અને સવિનય અસહકારથી માંડીને મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળ, ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સુધી અનેક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો.

PM મોદીએ 11મી વખત તિરંગો ફરકાવ્યો
PM મોદીએ 11મી વખત તિરંગો ફરકાવ્યો

આજથી બરાબર 78 વર્ષ પહેલા 15 મી ઓગષ્ટ 1947 ના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. ત્યારથી આજના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર યોજાય છે. જ્યાં વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે, પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, સરકારની યોજનાઓ રજૂ કરે છે અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપે છે. જે અંતર્ગત આજરોજ ભરુચ જિલ્લા સહિત વાગરા ખાતે પણ વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી.

ભરૂચ જીલ્લા કક્ષાનો કાર્યક્રમ હાંસોટ ખાતે યોજાયો હતો. જ્યારે વાગરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી MMM પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વાગરા મામલતદાર મીના બહેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યાર રાષ્ટ્રગીતનું ગાન કરી દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી . ત્યાર બાદ સ્કૂલના વિધ્યાર્થીઓએ દેશ ભક્તિની થીમ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરતા વાતાવરણ દેશ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં વાગરા મામલતદાર મીના બહેન સહિત કચેરીનો સ્ટાફ, પોસઇ. અનિતાબા જાડેજા સહિત પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કચેરીનો સ્ટાફ, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ દરેક સરકારી કચેરીઓના અધિકારી/કર્મચારીગણ, સ્કૂલના વિધ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આ સહિત વાગરાની ગ્રામ પંચાયત, કન્યાશાળા, કુમારશાળા, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, કોર્ટ સહિત વાગરાની વિવિધ ખાનગી શાળાઓમાં પણ ધ્વજ વંદન કરાયું હતું. સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. તે રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે.

સ્વતંત્રતા દિવસનો ઈતિહાસ॥

  • બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની 1600ના દશકની શરુઆતમાં વેપારના ઉદેશ્ય સાથે ભારતમાં આવી હતી, પરંતુ ધીમે ધીમે તેણે ભારતીય ઉપમહાદ્વીપ પર પોતાનો પ્રભાવ અને નિયંત્રણ વધાર્યું હતું.
  • 1757માં પ્લાસીની લડાઈ બાદ, કંપનીએ પોતાનું શાસન સ્થાપિત કરવાનું શરુ કર્યું, જેનાથી વ્યાપક પ્રમાણમાં શોષણ અને ઉત્પીડન થયું.
  • 19મી સદીના મધ્ય સુધી, બ્રિટિશ ક્રાઉને પ્રત્યક્ષ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધુ હતું, 1857ના વિદ્રોહ બાદ 1858માં ઔપચારિક રુપથી બ્રિટિશ રાજની સ્થાપના થઈ, જેને ભારતીય સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ પણ કહેવામાં આવે છે.
  • 4 જૂલાઈ, 1974ના બ્રિટિશ હાઉસ ઓફ કોલોનિયલ્સમાં ભારતીય સ્વતંત્રતા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ, 1947ના 200 વર્ષો બાદ બ્રિટિશ પ્રભુત્વ સમાપ્ત થયું.
  • અંગ્રેજોએ 18 જુલાઈ, 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ લાગૂ કર્યો અને આ સમગ્ર અધિનિયમ ભારતીય સ્વતંત્રતા ચળવળનું કારણ બન્યો, જે લાંબા સમય સુધી સક્રિય રહ્યો.
  • જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મુહમ્મદ અલી ઝીણા સહિત બ્રિટિશ સરકાર અને ભારતીય નેતાઓ વચ્ચેની વાટાઘાટોએ દેશને બે અલગ રાષ્ટ્રોમાં વિભાજીત કરવાનો નિર્ણય લીધો: ભારત અને પાકિસ્તાન. આનો હેતુ મુસ્લિમો માટે અલગ રાજ્ય માટે જિન્નાની આગેવાની હેઠળની મુસ્લિમ લીગની માંગણીઓને સંતોષવાનો હતો.
  • 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને સત્તાવાર રીતે આઝાદી મળી. સત્તાનું હસ્તાંતરણ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ભાષણ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જેને “ટ્રિસ્ટ વીથ ડેસ્ટિની” ભાષણ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભારત અને પાકિસ્તાનમાં ઉપખંડનું વિભાજન થયું, જેનાથી મહત્વપૂર્ણ વસ્તીવિષયક પરિવર્તન અને સાંપ્રદાયિક હિંસા થઈ.

સ્વતંત્રતા દિવસનું મહત્વ

  • સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા માટેના લાંબા અને કઠોર સંઘર્ષની યાદમાં ઉજવે છે, જેની વિશેષતા ભારતીય જનતાના વ્યાપક એકત્રીકરણ, મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળના અહિંસક પ્રતિરોધ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા અસંખ્ય બલિદાન દ્વારા વર્ગીકૃત થયેલ છે.
  • તેણે ભારતને એક લોકશાહી ગણરાજ્યના રુપમાં સ્થાપિત કર્યું. તેણે લોકશાહી, ન્યાય અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર ભાર મૂકતા “લોકોની, લોકો દ્વારા, લોકો માટે” સરકારનો પાયો નાખ્યો.
  • સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. તે રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે.

ભારત સ્વતંત્રતા દિવસ કઈ રીતે ઉજવે છે..

  • આમ તો 15 ઓગસ્ટ રાષ્ટ્રીય રજા હોવા છતાં, દેશભક્તિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દેશભરમાં કરવામાં આવે છે. આ ઉત્સવ આધિકારીક અને સાર્વજનિક બંને રીતે ઉજવાય , જેમાં વિવિધ સમારંભો, કાર્યક્રમો અને રાષ્ટ્રીય ગૌરવના પ્રદર્શનનો સમાવેશ થાય છે.
  • મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર યોજાય છે. વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે, પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, સરકારની યોજનાઓ રજૂ કરે છે અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપે છે.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *