Geo Gujarat News

ભરૂચ: હજયાત્રીઓની મદદ માટે પસંદગી પામેલા ભરૂચના બે પોલીસ કર્મીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા

હજ કમિટી ઑફ ઇન્ડિયા તરફથી ચાલુ વર્ષે સાઉદી અરેબિયા ખાતે ભારતીય કોન્સ્યુલેટ જીદ્દાહ નાઓને ભારતીય હાજીઓની મદદ માટે પસંદગી પામેલા ભરૂચ જિલ્લાના બે પોલીસ કર્મચારીઓ આરીફ અહેમદ પટેલ મોહમદ ગુફરાન મોહમદ આરીફ શેખે ખૂબ જ નિષ્ઠા અને ખંત પૂર્વક સાઉદી અરેબિયા ખાતે ફરજ બજાવી હતી. ખાનગી ટુર મારફતે ગયેલ હાજી ફારૂક હબીબ નાથાણી રહે. ભાવનગર મીના (મક્કા) ખાતે ગુમ થઈ ગયેલ તેઓને તેમના સગા સંબંધી તેમજ ટુર ઓપરેટર તથા મોઅલ્લીમ તરફથી શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

પરંતુ સફળતા મળી ન હતી. જેથી હજ કમિટી તરફથી ગુમ થનાર હાજીને શોધી કાઢવા મિસિંગ ટીમના લીડર આરીફભાઇ પટેલને સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે ભારતીય હજ ઓફિસમાં લેખિત ફરિયાદ કરી ગણતરીના સમયમાં સદર હાજી દિન -3 પહેલા મરણ ગયેલાનું પ્રસ્થાપિત કરી જે કામગીરી બદલ ભરૂચ જિલ્લા સમાહર્તા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ દ્વારા 15 મી ઓગસ્ટે હાસોટ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ  રાખવામાં આવ્યો હતો. જેમાં બંન્ને પોલીસ કર્મચારીને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *