જબુંસર પોલીસ મથકના પીઆઈ એ.વી.પાણમીયાએ તેમના પોલીસ મથકમાં નોંધાયેલા એક પોક્સોના ગુનાને ગંભીરતા પૂર્વક લઈને તમામ પોલીસ સ્ટાફને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સમય દરમિયાન પોલીસ અ.પો.કો.ઉમંગભાઈ હરીભાઈને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સથી માહિતી મળી હતી કે, એક સગીર બાળાને આરોપી પતાવી ફોસલાવી પોતાની સાથે ભગાડી તેના પર દુષ્કર્મ આચનાર આરોપી જબુંસરના ડાભા સર્કલ નજીક છે. જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસે બાળાને તેના વાલી વારસોને સોંપી આરોપી વિરુધ્ધ બી.એન.એસ.એક્ટ 2023 ની કલમ 137(2),87 તથા પોક્સો એકટ ક.12 મુજબનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com