ઝઘડિયા ઔદ્યોગિક વસાહતને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા બોરોસીલ કંપનીના સામેના ગરનાળામા લક્ઝરી બસના કંડકટર ડ્રાઇવર દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા. ઝઘડિયા ઔદ્યોગિક વસાહતને જોડતો માર્ગ પરથી દરરોજ નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે .આ માર્ગ મોટા મોટા ખાડા પડતા અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો ક્યારેક અકસ્માત નો પણ ભોગ બનવું પડે છે.

આજ માર્ગ પરથી ઝઘડિયા ઔદ્યોગિક વસાહત કંપનીઓના કર્મચારીઓ ની બસો પણ રોજ પસાર થાય છે. તંત્રની ઉદાસીનતાથી કંટાળી અંતે ખાનગી ટ્રાવેલ્સના કંડકટર ડ્રાઇવરો એ માર્ગ પર પડેલા મોટા મોટા ખાડા પૂરવા માટે પથ્થરો લાવી મારા હાથ જગન્નાથ સમજી મરામત હાથ ધરી હતી. કદાચ આજ આત્મ નિર્ભર ભારત કહી શકાય.!

કારણકે ભલે લાખો રૂપિયાનો ટેક્ષ ભરો પણ સુવિધા આપવા તંત્રની કોઈ જ ફરજ નથી તેમ લાગી રહ્યું છે ત્યારે અકસ્માતનો ભોગ બનવા કરતા જાતેજ રોડની મરામત કરવી યોગ્ય કહી શકાય. જોકે આમ છતાં તંત્રના જાડી ચામડીના જવાબદાર અધિકારીઓની આંખો ખુલે તેમ વિચારવું પણ કદાચ વધુ પડતું હશે.!!

કાદર ખત્રી, ઝઘડીયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com