Geo Gujarat News

વાગરા: વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી,ખાડીમાં કેમિકલ છોડાયુ હોવાની આશંકા | VIDEO

વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ઉધોગકારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.બનાવને પગલે GPCB સહિત પંચાયતના સત્તાધીશો સ્થળ પર દોડી આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી.

વાગરા માં આવેલ વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે.અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે.આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.માછલીઓના મૃત્યુ કેમિકલયુક્ત પ્રવાહી છોડવાથી થયુ હોવાની બૂમો ઉઠવા પામી છે.વિલાયત GIDC માં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે.

ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ઉધોગકારોમાં ફફડાટ

GPCB સહિત પંચાયતના સત્તાધીશો સ્થળ પર દોડી ગયા..

ખાસ એક જાણીતી કંપની સૌથી સમીપ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયુ હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.સૌ પ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ પર વાગરા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમુના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જો કે જળચર પ્રાણીઓના મોત ક્યાં કારણસર થયા અને કઈ કંપની દ્વારા આ શંકાસ્પદ પ્રવાહી છોડવામાં આવ્યુ તે રિપોર્ટ આવ્યા બાદજ સ્પષ્ટ થશે.

તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકશાન થતુ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલા માછલીઓને વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.


ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી

ભૂખી ખાડીમાં કેમિકલ છોડાયુ હોવાની આશંકા

ખાડીમાંથી પાણીના નમુના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા

  

નઈમ દિવાન, વાગરા

આ પણ વાંચો..

અંકલેશ્વર: પાનોલી GIDC માંથી જતી NCTLમાં લાઇન લિકેજથી મચ્છુ ખેડૂતો પરેશાન

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *