Geo Gujarat News

ભરૂચ: આરોપી તરફે ચૂકાદો અપાવવાનું કહી લાંચની માગણી કરનાર વકીલ ઝડપાયો, 4 લાખ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યો

કેસ ફરિયાદીની તરફેણમાં કરવા લાંચ માંગી હતી ભરૂચના સી.ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં એક વ્યક્તિ પર વર્ષ 2022 માં ગુનો નોંધાયો હતો.આ કેસમાં તેના વિરુદ્ધમાં ચાર્જશીટ થઇ જતાં કેસ ભરૂચનાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો.જેમાં માત્ર ચુકાદાની છેલ્લી દલીલો બાકી હોય કાસદ ગામના એડવોકેટ સલીમ ઈબ્રાહીમભાઇ મન્સુરીએ આરોપીની તરફેણમાં ચૂકાદો અપાવવા માટે રૂ.5 લાખની માગ કરી હતી. આ કેસના ફરિયાદી રૂપિયા આપવા માંગતો ન હોય તેણે અમદાવાદ એસીબી ફરિયાદ કરી હતી. જેથી આજ રોજ અમદાવાદ એસીબી ટીમના પીઆઈ એસ.એન. બારોટ, ડી.બી.મહેતા અને સુપરવિઝન ઓફિસર એ.વી. પટેલે લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું.ફરિયાદીએ એડવોકેટને લાંચના પાંચ લાખ પૈકી રૂપિયા ચાર લાખ આપવા આવ્યા હોય છટકા દરમ્યાન આરોપી એડવોકેટ સલીમ ઈબ્રાહીમભાઇ મન્સુરીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના રૂપિયા સ્વીકારતા અમદાવાદ એસીબી ટીમ ના રંગે હાથોએ ઝડપાઈ ગયા હતા.એડવોકેટ એસીબીના હાથે પકડાતા વકીલ આલમમાં ચકચાર મચી ગઇ હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *