Geo Gujarat News

આમોદ: સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ માનવતા મહેકાવી પૂર અસરગ્રસ્તો માટે ઘરેથી ફૂડ પેકેટ બનાવ્યા

  • શિક્ષકોના સહકારથી અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ કર્યા..

આમોદની ઢાઢર નદીના પુરને કારણે આમોદ નદી કાંઠાના ગામો ભારે પ્રભાવિત થયા હતા. જેના કારણે ગરીબોની નગરીઓમાં પુરના ધસમસતા પાણી ઘુસી ગયા હતાં.અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા હતા.સતત વરસાદની સ્થિતિ તેમજ પુરને કારણે ગરીબોની ઘરવખરી પણ નાશ પામી હતી.

ત્યારે આમોદ સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ માનવતા મહેકાવી હતી.જેમાં બાળકોએ ઘરેથી ફૂડ પેકેટ બનાવી લાવી શાળામાં જમા કરાવ્યું હતું.અને શિક્ષકોના સહકારથી પુર અસરગ્રસ્ત ગામોમાં જઈને જરૂરિયાત મંદ લોકોએ ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતું. સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ ઘરેથી ફૂડ પેકેટ બનાવી લાવી માનવ ધર્મ નિભાવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *