Geo Gujarat News

ભરૂચ: શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બોલેરો ગાડી સહિત એક ઈસમને ઝડપી પાડતી LCB

બનાવતી પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લામાં ગુનાખોરી અટકાવવા સારું ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરમાં હાજર પેટ્રોલિંગ ટીમને અંગત બાદમીદરતી બાતમી મળી હતી કે, “ બોલેરો પીકપ ગાડી નંબર- કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-16-AV-6391 માં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરી રાજપીપળા ચોકડી તરફથી અંસાર માર્કેટમાં આવનાર છે” જે મળેલ હકીકત આધારે ટીમ ને.હા. નંબર ૪૮ પર વોચમાં રહેતા બાતમીવાળો બોલેરો પીકપ ગાડી નં. GJ-16-AV-6391 ની તેની ઉપર કાળા કલરની તાડપતરી ઢાંકેલ હાલતમાં આવતા. બોલેરો પીક અપમાં જોતા અલગ અલગ લોખંડનો ભંગાર ભરેલ હોય જેથી તેના ડ્રાઈવરને નીચે ઉતારી તેનું નામઠામ પુછતા રણજીતભાઈ મહેશચંદ્ર જાતે. કટારીયા. જણાવ્યું હતું જે મળી આવેલ મુદ્દામાલ અંગે સદર ઇસમ પાસે આધાર પુરાવા માંગતા રજુ કરેલ નહી અને ગલ્લા તલ્લા મારી કબ્જો ધરાવવા બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહ જેથી ઉપરોકત મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળકપટ કે ગુનાહીત પ્રવ્રુતિથી મેળવેલ હોવાનુ જણાતા બોલેરો પીક અપ ટેમ્પામા ભરેલ મુદ્દામાલ જેનો કુલ વજન- ૩૬૪૦ કી.ગ્રા થયેલ જેમાંથી ખાલી ટેમ્પાનુ વજન- ૨૨૦૦ કી.ગ્રા.બાદ કરતા બોલેરો પીક અપમાં ભરેલ લોખંડના ભંગારના મુદ્દામાલનુ વજન- ૧૪૪૦ કી.ગ્રા જે એક કી.ગ્રા ની કી.રૂ. ૩૦/- લેખે ગણી કુલ કી.રૂ. ૪૩,૨૦૦/- તથા બોલેરો પીક અપ ટેમ્પો. જેની કી.રૂ. ૫,૦૦,૦૦૦/-ગણી તથા પકડાયેલ ઇસમની અંગજડતીમાંથી તેની પાસેથી એક કાળા કલરનો સેમસંગ કંપનીનો એંડ્રોઇડ મોબાઈલ મળી આવેલ જેની કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૫,૪૮,૨૦૦/- નો મુદ્દામાલ BNSS-૧૦૬ મુજબ કબજે કરી.ટેમપો સાથે હાજર મળિ આવેલ ઇસમને BNSS કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોપી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *