Skip to main content

Geo Gujarat News

ભાવનગરની શાળામાં ‘ઓપરેશન સિંદૂર’ કૃતિ વિવાદમાં, ભરૂચમાં મુસ્લિમ સમાજે બુરખાને આતંકવાદ સાથે જોડવા સામે નોંધાવ્યો વિરોધ

​​ભાવનગરની શાળાના કાર્યક્રમમાં બુરખાને આતંકવાદ સાથે જોડતી ‘ઓપરેશન સિંદૂર’ કૃતિ વિવાદમાં : ગત 15મી ઓગસ્ટે 79માં સ્વાતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ભાવનગરની એક શાળામાં રજૂ થયેલી સાંસ્કૃતિક કૃતિ “ઓપરેશન સિંદૂર” વિવાદનું કેન્દ્ર બની છે. આ કૃતિમાં બે વિદ્યાર્થિનીઓને આતંકવાદી તરીકે બુરખા પહેરાવીને રજૂ કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભરૂચ સહિત રાજ્યભરના મુસ્લિમ આગેવાનોએ આ ઘટનાને ધાર્મિક લાગણી દુભાવનારી ગણાવી છે અને જવાબદાર શિક્ષકો તથા આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ભાવનગરની શાળામાં ‘ઓપરેશન સિંદૂર’નું મંચન, ભરૂચમાં બુરખાને આતંકવાદ સાથે જોડવાના વિરોધમાં દેખાવો : ભાવનગરના કુંભારવાડ વિસ્તારમાં આવેલી શાળામાં યોજાયેલા કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં “ઓપરેશન સિંદૂર” નામની કૃતિમાં બે વિદ્યાર્થિનીઓ કાળા બુરખા પહેરીને હાથમાં બંદૂક સાથે જોવા મળે છે, જેમને આતંકવાદી તરીકે દર્શાવવામાં આવી છે. આ કૃતિ જોતા જ મુસ્લિમ સમાજના આગેવાનો અને સંસ્થાઓએ આ મુદ્દે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, છતાં એક ખાસ ધર્મના પહેરવેશને આતંકવાદ સાથે જોડીને સમાજમાં ધૃણા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.​‘ઓપરેશન સિંદૂર’ કૃતિ વિવાદમાં, ભાવનગરની શાળામાં બુરખાને આતંકવાદ સાથે જોડવા સામે ભરૂચમાં વિરોધ : આ ઘટનાના પડઘા ભરૂચ જિલ્લામાં પણ પડ્યા છે. ભરૂચના જાગૃત મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠીએ આ કૃતિને અસહ્ય ગણાવી છે. તેમણે જણાવ્યું કે, શાળા જેવી પવિત્ર જગ્યાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આવી અયોગ્ય કૃતિઓ રજૂ કરવી એ શૈક્ષણિક સંસ્થાની જવાબદારીનું ઉલ્લંઘન છે. જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ.
ભરૂચમાં મુસ્લિમ સમાજે નોંધાવ્યો વિરોધ, બુરખાને આતંકવાદ સાથે જોડવા સામે રોષ : અબ્દુલ કામઠીએ ઉમેર્યું કે, શાળાના સંચાલકોએ સમગ્ર મુસ્લિમ સમાજની માફી માંગવી જોઈએ. આ મુદ્દે આગામી દિવસોમાં સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને સત્તાવાર રજૂઆત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ ઘટનાએ ફરી એકવાર શિક્ષણમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું પાલન કરવા અને સમાજમાં શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!