Skip to main content

Geo Gujarat News

આમોદમાં ‘ખાડા રાજ’ યથાવત, હાઇવે નંબર 64 પર ફરી એકવાર કાર ફસાઈ, લોકોમાં રોષ

આમોદનો હાઈવે નંબર 64 પર ‘ખાડા રાજ’નો અંત આવતો નથી. ફરી એકવાર આ માર્ગ પરના મોટા ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી, જેને જેસીબી મશીનની મદદથી માંડ બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. છેલ્લા ઘણા સમયથી આ હાઈવે અતિબિસ્માર બન્યો છે. વાહનચાલકો માટે આ રસ્તો જીવલેણ બની ગયો છે. અને અહીં રોજ અકસ્માતો સર્જાય છે. સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે કુંભકર્ણની ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી કરતું નથી. આ ઘટના બાદ સ્થાનિકોએ જણાવ્યું કે આ રસ્તો હવે મોતનો કૂવો બની ગયો છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે. જો તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!