Skip to main content

Geo Gujarat News

વાગરા: KP ગ્રુપની બેફામગીરી યથાવત, નિયમો નેવે મૂકી રોડને અડીને જ ખોદકામ, તંત્રની મિલીભગતની લોકચર્ચાએ જોર પકડ્યું!

KP ગ્રુપની બેફામ કામગીરી માત્ર નિયમભંગ નથી, પરંતુ મોટી દુર્ઘટનાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે, શું સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે? : વાગરા નગરના GEB ચોકડી નજીક મુખ્ય માર્ગ પર KP ગ્રુપ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવવાની કામગીરીમાં ફરી એકવાર નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. રોડની બિલકુલ અડીને જાણે કોઈની પણ પરવાનગી કે નિયમોની દરકાર ન હોય તેમ બેફામ અને બિન્દાસપણે ખોદકામ ચાલી રહ્યું છે. જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તંત્રની સાંઠગાંઠ હોવાની લોકચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

15-18 ફૂટને બદલે બે ફૂટ પણ જગ્યા ન છોડી? :  સામાન્ય રીતે રોડની બાજુમાં કોઈ પણ કામગીરી માટે લગભગ 15 થી 18 ફૂટ જેટલી જગ્યા છોડવાનો નિયમ હોય છે. અને ત્યારબાદ પણ સંબંધિત વિભાગોની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. વળી ડ્રિલિંગનું કામ શરૂ કરતા પહેલા તો ટેલિકોમ કંપની, ગેસ લાઇન કંપની, GEB તેમજ પંચાયત સહિતના વિભાગોને જાણ કરવી આવશ્યક છે. કારણ કે જમીનની અંદર વીજ વાયર, ફાઇબર લાઇન, પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને ક્રૂડ ઓઇલની લાઇનો પણ પસાર થતી હોય છે. જોકે આ તમામ નિયમોને KP ગ્રુપે તિલાંજલિ આપી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. KP ગ્રુપના લાઈઝનિંગ ઓફિસર ભાવસિંગ ભાઈએ ટેલિફોનિક વાતચીતમાં રોડથી 2 મીટર જગ્યા છોડવાની હોય છે. અને તે છોડીને જ કામ કરીએ છીએ તેવો દાવો કર્યો હતો. પરંતુ સ્થળ પરની વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર 2 મીટર તો ઠીક બે ફૂટ જેટલી જગ્યા પણ છોડવામાં આવી નથી. અને રોડની બિલકુલ અડીને જ જોખમી રીતે ખોદકામ ચાલી રહ્યું છે.તંત્રની ચૂપકીદી શંકાસ્પદ, અધિકારીઓના ખિસ્સા ગરમ થયાની ચર્ચા! : આટલું મોટું અને નિયમ વિરુદ્ધનું ખોદકામ રોડને અડીને ચાલી રહ્યું હોવા છતાં R&B વિભાગ સહિત કોઈ પણ સરકારી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. જ્યારે R&B વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી ન હોતી. તંત્રની આ શંકાસ્પદ ચૂપકીદીને કારણે નાગરિકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું અધિકારીઓના ખિસ્સા ગરમ કરી તેમને શાંત પાડવામાં આવ્યા હશે અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન થવી, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા છતાં આંખ આડા કાન કરવા અને મુખ્ય માર્ગ પર ચાલી રહેલા ખુલ્લું ઉલ્લંઘન સામે કોઈ પગલાં ન લેવા તે સ્પષ્ટપણે અધિકારીઓની મિલીભગત તરફ ઈશારો કરે છે.અકસ્માતનો ખતરો, મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?: KP ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલી આ બેફામગીરી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે. અંડરગ્રાઉન્ડ ડ્રિલિંગ દરમિયાન જો ભૂલથી પણ GEBના વીજ વાયર, ગેસ લાઇન કે ક્રૂડ ઓઇલની લાઇનોને નુકસાન થાય તો કોઈ મોટી જાન-માલની હોનારત સર્જાઈ શકે છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, જો આવા સંજોગોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? અગાઉ પણ KP ગ્રુપે માર્ગની બાજુમાં ઊંડા ખાડા ખોદીને 3 મહિના સુધી જોખમી હાલતમાં ખુલ્લા છોડી દીધા હતા. જોકે, એક જાગૃત નાગરિકની રજૂઆત અને મીડિયા રિપોર્ટ બાદ આખરે ખાડા પૂરવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરીથી જૂની ઢબે જ બેફામ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. નાગરિકોએ માંગ કરી છે કે, હાલ ચાલી રહેલી અંડરગ્રાઉન્ડની કામગીરીની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જો નિયમ વિરુદ્ધનું જણાય તો કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવીને KP ગ્રુપ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.નોટિસની પરવા નહીં! GEBના કેબલ વારંવાર તોડવા છતાં KP ગ્રુપની દાદાગીરી યથાવત્, તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો! : વાગરા પંથકમાં KP ગ્રુપ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવવાની કામગીરીમાં માત્ર રોડના નિયમોનું જ નહીં પરંતુ સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડવાની હદ સુધીની બેફામગીરી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ પણ અનેક વખત ખોદકામ દરમિયાન GEB ના અંડરગ્રાઉન્ડ કેબલ ડેમેજ થવાને કારણે GEB વિભાગે KP ગ્રુપને નોટિસો પણ પાઠવી છે. તેમ છતાં જાણે આ તમામ કાયદાકીય નોટિસોને ઘોળીને પી ગયેલું હોય તેમ KP ગ્રુપ પોતાની મનસ્વી રીતે અને બિન્દાસપણે કામગીરી કરી રહ્યું છે. જે કાયદાના શાસન પર ગંભીર સવાલો ઉભા કરે છે.GEBના કેબલ તૂટવાનો સિલસિલો યથાવત્ : KP ગ્રુપ દ્વારા રોડની બિલકુલ અડીને નિયમોની વિરુદ્ધ જઈને ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ, ગેસ અને વીજળી જેવી અતિ મહત્વની અંડરગ્રાઉન્ડ લાઈનોની માહિતી લીધા વિના કે પૂરતું અંતર જાળવ્યા વિના આડેધડ ખોદકામ થવાને કારણે GEBના વીજ કેબલોને વારંવાર નુકસાન પહોંચ્યું છે. આ નુકસાન માત્ર સરકારી સંપત્તિને જ નહીં પણ વીજ પુરવઠો ખોરવાતા સામાન્ય નાગરિકોને પણ સીધી અસર કરે છે. GEB દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કંપની દ્વારા આ ભૂલ સુધારવાની કે નિયમોનું પાલન કરવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. જે કંપનીના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને કાયદા પ્રત્યેની અવગણના દર્શાવે છે.તંત્રની મિલીભગત વિના આવી મનસ્વીતા અશક્ય! : એક તરફ GEB જેવો સરકારી વિભાગ વારંવાર નોટિસ પાઠવે છે. અને બીજી તરફ KP ગ્રુપ નિયમોનો ભંગ કરીને માર્ગની બિલકુલ અડીને ખોદકામ ચાલુ રાખે છે. R&B વિભાગના અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. અધિકારીઓની આ સંપૂર્ણ નિષ્ક્રિયતા અને લાપરવાહી અનેક શંકાઓને જન્મ આપે છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, માત્ર નિયમોની અવગણના કરીને રોડને અડીને ખોદકામ કરવું એટલું જ નહીં. પણ વારંવાર નોટિસ મળવા છતાં સરકારી લાઈનો તોડવાનું કાર્ય ચાલુ રાખવું એ તંત્રની મિલીભગત વિના શક્ય નથી. જો અધિકારીઓ KP ગ્રુપના કથિત ખિસ્સા ગરમ કરવાથી શાંત થઈ ગયા હોય તો આ પ્રકારની બેફામગીરી કાયમ માટે ચાલુ રહેશે. આ મનસ્વી કાર્યશૈલીને કારણે ભવિષ્યમાં ગેસ લાઇન કે ક્રૂડ ઓઇલની લાઇન તૂટવા જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે?તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ : નાગરિકો માંગ કરી રહ્યા છે કે, GEB દ્વારા પાઠવવામાં આવેલી નોટિસોને ધ્યાનમાં લઈને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. જે અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે KP ગ્રુપ નિયમોનું આટલી હદે ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમની સામે પણ કડક ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ. આ બેફામગીરીને તત્કાલ અટકાવીને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ KP ગ્રુપ સામે માત્ર દંડ જ નહીં, પરંતુ સખત કાયદેસરની કાર્યવાહી થાય તે આવશ્યક છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ ખાનગી સંસ્થા સરકારી નિયમો અને કાયદાને પોતાના અંગત ફાયદા માટે નેવે ન મૂકે.શું મોટી દુર્ઘટના સર્જાશે પછી જ તંત્રની આંખ ખુલશે? વાગરામાં KP ગ્રુપની દુર્ઘટનાજનક કામગીરી સામે ગંભીર સવાલ! : KP ગ્રુપ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવવાની કામગીરી હવે માત્ર નિયમભંગ પૂરતી સીમિત નથી રહી પરંતુ તે મોટી દુર્ઘટનાનું જોખમ બનીને ઊભરી રહી છે. રોડની બિલકુલ અડીને સલામતીના તમામ નિયમોને નેવે મૂકીને GEBની નોટિસોની અવગણના કરીને ચાલતું આ ખોદકામ સ્પષ્ટપણે દર્શાવે છે કે, KP ગ્રુપને જાણે કોઈનો ડર જ નથી. આ પરિસ્થિતિમાં સ્થાનિક નાગરિકોમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે. કે શું તંત્રની આંખ ત્યારે જ ખુલશે જ્યારે કોઈ મોટી જાનહાનિ થશે?વિનાશ નોતરતી KP ગ્રુપની બેફામગીરી? : KP ગ્રુપ દ્વારા 15થી 18 ફૂટનું અંતર છોડવાના નિયમને બદલે રોડને અડીને જ બેફામ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જો આ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન કે ઓઇલ પાઇપલાઇનને નુકસાન પહોંચે તો સમગ્ર વિસ્તારમાં ભયાનક આગ કે બ્લાસ્ટ જેવી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. જે માનવ જિંદગીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તંત્રના અધિકારીઓની મીઠી નિંદ્રા અને R&B વિભાગની શંકાસ્પદ નિષ્ક્રિયતા એ વાત તરફ ઈશારો કરે છે કે, અધિકારીઓ જાણે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા છે.મોટી દુર્ઘટના બને એ દિવસ દૂર નથી? : જો અધિકારીઓના ખિસ્સા ગરમ કરી દેવાયા હોવાથી કે પછી અન્ય કોઈ મિલીભગતને કારણે આ બેફામ કામગીરીને છૂટો દોર મળ્યો હોય તો એ દિવસ દૂર નથી જ્યારે KP ગ્રુપની આ કામગીરી કોઈ મોટી દુર્ઘટના નોતરશે. સામાન્ય રીતે સરકારી તંત્ર કોઈ પણ બાંધકામ કે ખોદકામ પહેલા ભવિષ્યના જોખમો અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને નિયમો બનાવતું હોય છે. પરંતુ વાગરામાં આ તમામ નિયમોને હવામાં ઉડાવી દેવાયા છે.નિયમોનું ઉલ્લંઘન કરનાર KP ગ્રુપની કામગીરી અટકાવી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા નાગરિકોની ઉગ્ર માંગ. : આ સંજોગોમાં તંત્ર દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવા અત્યંત જરૂરી છે. માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે આ પ્રકારની જોખમી અને નિયમ વિરુદ્ધની કામગીરીને યુદ્ધના ધોરણે અટકાવવી જોઈએ. જો અધિકારીઓ હજી પણ જાગશે નહીં, તો ભવિષ્યમાં સર્જાનારી કોઈ પણ મોટી દુર્ઘટના માટે સીધેસીધા આ બેદરકાર અધિકારીઓ જ જવાબદાર ગણાશે. નાગરિકોની માંગ છે કે, મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર આ મામલે ગંભીરતાથી ધ્યાન આપીને KP ગ્રુપ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે અને નિષ્ક્રિય અધિકારીઓને સસ્પેન્ડ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

વાગરા: KP ગ્રુપની બેફામગીરી પર સવાલો, ખુલ્લા ખાડા, તોડેલા બોર્ડ અને અધિકારીઓનું મૌન!, મામલતદારને કરાઈ ફરિયાદ..

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!