Geo Gujarat News

જંબુસર: મંગણાદ નજીક બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર, ઉત્તર પ્રદેશના ૨૫ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

જંબુસર તાલુકાના મંગણાદ ગામ પાસે રવિવારના રોજ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની છે. મંગણાદ ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપ નજીક બે બાઇકો વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેમાં સવાર એક ૨૫ વર્ષીય યુવાનનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું, જ્યારે અન્ય બાઇક સવારોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક યુવકની ઓળખ મહાવીર રાજેન્દ્ર યાદવ (રહે. ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, તે પોતાના કામ અર્થે પસાર થઈ રહ્યો હતો ત્યારે મંગણાદ પેટ્રોલ પંપ પાસે આ અકસ્માતનો ભોગ બન્યો હતો.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ થતા જંબુસર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને બંને વાહનોની ટક્કર કયા સંજોગોમાં થઈ અને કોની બેદરકારી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પરપ્રાંતીય યુવાનના અચાનક મોતના સમાચારથી તેના સાથીદારો અને પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.